Pages

Friday, 16 June 2017

વ્યથા જીવન ની


ઘર સળગે  તો વીમો લેવાય
સપના સળગે તો શું કરવુ?

આભ વરસે તો છત્રી લેવાય
આંખો વરસે તો શું કરવુ?

સિંહ ગરજે તો ભાગી જવાય
અહંકાર ગરજે તો શું કરવુ?

કાંટો
ખટકે તો કાઢી લેવાય
કોઇ વાત ખટકે તો શું કરવુ?

પીડા છલકે તો ગોળી લેવાય
વેદના છલકે તો શું કરવુ?

Monday, 12 June 2017

હાથમાં તમારો હાથ હતો

હાથમાં તમારો હાથ હતો,
હવામાં સુખદ અહેસાસ હતો..

કોરી કોરી ક્ષણોમાં-
લહેરો તણો ઉન્માદ હતો..

પગ નીચેની રેતી સાથે
દૂર સરકતો અલગાવ હતો..

બંધ મુઠ્ઠીમાં બે હાથની
એક-બીજા પરનો વિશ્વાસ હતો..!

-નિમિશા.

મારે તને મળવું છે

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !

સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

Sunday, 11 June 2017

પથ્થર પણ ખુદા થઈ જાય છે

પથ્થર પણ ખુદા થઇ જાય છે ,
કેવળ શીશ ઝૂકયાની વાત છે !

એક સોપારી ગણેશ કહેવાય છે,
કેવળ શ્રદ્ધા ઉગ્યાની વાત છે !

હરેક ક્ષણમાં જીવન ભરાય છે ,
કેવળ ભીતરે પૂગ્યાની વાત છે !

એજ બાગ પણ વેરાન જણાય છે,
કેવળ સનમ રૂઠયાની વાત છે!

નરી આંખે દેખ્યું ક્યાં મનાય છે?
કેવળ વિશ્વાસ તુટયાની વાત છે !

ક્ષણ ભરમાં સુલેહ થઇ જાય છે,
કેવળ જીદ મૂક્યાની વાત છે !

આનંદ મોતીનો ક્યાં હોય છે ?
કેવળ સાગરે ડુબ્યાની વાત છે!

દર્દ હોય કે આનંદ કેમ કહેવું ?
કેવળ આંખ ચૂવ્યાની વાત છે !

વહી ધનુષ વહી બાણ, પણ છતાં,
કાબે અર્જુન લૂંટિયાની વાત છે!

શું સંસાર કે શું સન્યાસ     
કેવળ ઈચ્છાઓ છૂટ્યાની વાત છે !

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

Saturday, 10 June 2017

Gazal (ગઝલ)

કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો બસ... જલસામાં છું.

ક્યારેક કલ્પના બહારનો આનંદ વરસે છે,
ત્યારે એવું લાગે છે કે સપનામાં છું.

એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી,
જે દિવસથી જાણ્યું કે હું તારામાં છું.

મને મોકલ્યો‘તો તેં તારી દુનિયામાં પણ,
આજે તો હું કેવળ મારી દુનિયામાં છું.

ક્યારેક ઇશ્વર ફોન કરી પૂછે ક્યાં પહોંચ્યા?
હું કહું છું કે આવું છું, બસ... રસ્તામાં છું.

Shayari collection

આંખના ને આભના,
બંને અલગ વરસાદ છે.
કોણ,
ક્યારે,
કેટલું વરસ્યું,
હવે ક્યાં યાદ છે.

📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖

તારી જોડે વાતો કરતા ખબર નઈ ક્યારે પ્રેમ થઈ ગયો

પાણી થી ભરપૂર દરીયો વરસાદ માટે તરસતો થઈ ગયો. .... ... ?

📄📄📄📄📄📄📄📄📄📄📄📄📄

લોકો કહે છે કે વાદળો વરસાદ કરે છે,
પણ કોરો સમય ભીના સમયને સાદ કરે છે..

📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝

જીવન નો સંગમ તો જુઓ

એક વીતી ગયેલા સમયને નિહાળે છે.
અને
એક આવનારા સમયને નિહાળે છે.

🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓🗓

તારુ  અને મારુ મળવું ..જાણે ...
ધરા નું તરસવુ ...અને ...💞
આભ નું વરસવુ .💦💞

સંબંધ એટલે

તમે ભૂલો છો તે નહી
પણ માફ કરો છો તે છે

સાંભળો છો તે નહી
પણ સમજો છો તે છે

જુઓ છો તે નહી
પણ અનુભવો છો તે છે

જતું કરો છો તે નહિ,પણ
જાળવી રાખો છો તે છે....!!

Love is...
© LOVE SMS - Template by Blogger Sablonlari - Font by Fontspace