કૈંક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો બસ... જલસામાં છું.
ક્યારેક કલ્પના બહારનો આનંદ વરસે છે,
ત્યારે એવું લાગે છે કે સપનામાં છું.
એ દિવસથી મેં તો મારી ચિંતા છોડી,
જે દિવસથી જાણ્યું કે હું તારામાં છું.
મને મોકલ્યો‘તો તેં તારી દુનિયામાં પણ,
આજે તો હું કેવળ મારી દુનિયામાં છું.
ક્યારેક ઇશ્વર ફોન કરી પૂછે ક્યાં પહોંચ્યા?
હું કહું છું કે આવું છું, બસ... રસ્તામાં છું.
No comments:
Post a Comment